પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુત્ર નદી પરના દેશના સૌથી લાંબા રેલ અને સડક પુલનું કર્યું ઉદઘાટન
Live TV
-
બ્રહ્મપુત્ર નદી પર બનેલો આ પુલ પૂર્વોત્તરના રાજ્ય માટે જીવન રેખા સાબિત થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના બોગીબિલમાં બ્રહ્મપુત્ર નદી ઉપર દેશના સૌથી લાંબા રેલ અને સડક પુલ નું ઉદઘાટન કર્યું હતું અને ધીમાજી ખાતે આ પુલ પરથી પ્રથમ પ્રવાસી રેલવેને લીલીંઝંડી આપી હતી. સાથે ધિમાજી ખાતે પ્રધાનમંત્રીએ જાહેર જતનાને પણ સંબોધન કર્યું હતું. બ્રહ્મપુત્ર નદી પર બનેલો આ પુલ પૂર્વોત્તરના રાજ્ય માટે જીવન રેખા સાબિત થશે. આ પુલના કારણે બ્રહ્મપુત્ર નદીના દક્ષિણી અને ઉત્તરી છેડા વચ્ચે સંપર્ક પ્રસ્થાપિત થયો છે. આ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે, ઉલ્લેખનીય છે કે આસામ ખાતે નવનિર્મિત દિબ્રુગઢ પાસે બ્રહ્મપુત્રા નદી ઉપર ડબલ ડેકર રેલ અને સડક માર્ગ પુલનું ખાત મૂર્હત વર્ષ 2002માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈએ કર્યું હતું. દેશના દૂર દૂરના વિસ્તારોને સંપર્ક માર્ગ સાથે જોડવા અટલજીનું સપનું હતું. પુલ નિર્માણ પાછળ રૂપિયા 5800 કરોડનો ખર્ચ થયો છે. આ પુલ નિર્માણ બાદ અસામના બે જિલ્લા વચ્ચે નું અંતર 500 થી ધટીને માત્ર 50 કિલો મીટર થઈ ગયું છે. બોગીબીલ પુલ બનાવાના કારણે પૂર્વ આસામ અને અરુણાચલ પ્રેદશ વચ્ચે માત્ર ચાર કલાકનું અંતર રહેશે. આ પુલની ઉપયોગીતા અને ક્ષમતાની વાત કરીએ તો આ પુલ પર લડાકુ વિમાન ઉતરાણ અને ટેન્કની અવર જવર પણ સરળતાથી થઈ શકે તેમ છે. ઉપરાંત પુલ નિર્માણ બાદ આસામ અને અન્ય રાજ્યોના પ્રવાસનને વેગ પણ મળશે.
