Skip to main content
Settings Settings for Dark

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની સમાધિ રાષ્ટ્રને સમર્પિત કરાઈ

Live TV

X
  • અટલજીની સમાધિ સદૈવ અટલ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી

    પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ છે. અટલજીની જંયતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવી રહી છે. અટલજીની સમાધિ સદૈવ અટલ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કેબિનેટના મંત્રીઓ, લાલકૃષ્ણ અડવાણી અને અટલજીના પરિવારજનોએ આ પ્રસંગે શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. તેમજ જાણીતા ગાયક પંકજ ઉધાસે આ પ્રસંગે સૂરાવલી રેલાવી ઉપસ્થિત સમુદાયને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમાધી એક કવિ, માનવતાવાદી રાજનેતા અને એક મહાનેતાના રૂપે તેમના વ્યક્તિત્વને દર્શાવે છે. વિવિધતામાં એકતાનો સંદેશ આપનાર આ સમાધિના ,કેન્દ્રિય મંચમાં નવ ચોક કાળા પોલીશ ગ્રેનાઈટ પથ્થરના બ્લોક લગાવાયા છે. જેના કેન્દ્રમાં એક દિવો રાખવામાં આવ્યો છે. આ નવની સંખ્યા નૌરસ, નવરાત્રિ અને નવ ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે. નવ ચોક ,અને પથ્થર ની સમાધિનું મંચ એક ગોળાકાર કમળના આકારનું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply