Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય શોધ એજન્સીએ મોટા આતંકી હુમલાનો ફોડ્યો ભાંડો

Live TV

X
  • NIAના જણાવ્યા અનુસાર મુક્તિ સોહેલ નામનો લિડર આ મોડ્યુલને અંજામ આપી રહ્યો હતો અને તે વોટ્સએપ દ્વારા બધાના સંપર્કમાં હતો

    રાષ્ટ્રીય શોધ એજન્સી NIA એ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ISIS જેવા સંગઠનની શોધખોળ મામલે આજે દિલ્હી અને ઉ.પ્રદેશમાં 17 જગ્યાઓએ દરોડા પાડી એક મોટા આતંકી હુમલાનો ભાંડો ફોડ્યો છે. આજે સવારે દિલ્હીમાં સીલમપુર અને ઉ.પ્રદેશમાં અમરોહા અને હાપુડમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈસ્લામિક સ્ટેટના નવા મોડ્યુલનો ભાંડો ફૂટ્યો છે. આ ગ્રુપનું નામ હરકત-ઉલ-હર્બ-એ ઈસ્લામ જણાવાયુ છે. દરોડા દરમિયાન વિવિધ સ્થળોએથી 16 લોકોને પૂછપરછ માટે પકડવામાં આવ્યા હતા. જેમાંના 5 દિલ્હી અને 5 ઉ.પ્રદેશના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના 6 લોકોની હજુ પૂછપરછ કરવામાં આવી રહી છે. NIAના જણાવ્યા અનુસાર મુક્તિ સોહેલ નામનો લિડર આ મોડ્યુલને અંજામ આપી રહ્યો હતો અને તે વોટ્સએપ દ્વારા બધાના સંપર્કમાં હતો. દરોડા દરમિયાન વિવિધ સ્થળો પરથી 100 જેટલા મોબાઈલ ફોન, લેપટોપ, સિમકાર્ડ, હાર્ડડિસ્ક ઉપરાંત 12 પિસ્તોલ, દારૂગોળો, અલાર્મ ક્લોક, પોટેશિયમ નાઈટ્રેટ, પોટેશિયમ ક્લોરાઈડ જેવી બોંબ બનાવવાની સામગ્રી સાથે રોકેટ લોન્ચર જપ્ત કરવામાં આવ્યુ હતુ. આ આંતકી મોડ્યુલ કેટલાક સુરક્ષા સંસ્થાનો, જાહેર સ્થળો અને ભીડ ભરેલા સ્થળોને ટાર્ગેટ કરવાના હતા. આ મામલે હજુ વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply