પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત કાર્યક્રમ'માં દેશવાસીઓ સાથે પોતાના વિચારો કર્યા રજૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત કાર્યક્રમ'ની 108મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે પોતાના વિચારો કર્યા રજૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત કાર્યક્રમ'ની 108મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા. પ્રધાનમંત્રીએ 2024 ની શરૂઆત માટે ફિટનેસને સૌથી મોટો સંકલ્પ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ મિલેટ્સ અને શારીરિક સાથે માનસિક ફિટનેસ પર મુક્યો ભાર હતો. તેમણે કહ્યું કે, મિલેટ્સ ક્ષેત્રે અનેક સ્ટાર્ટઅપને નવો અવસર મળ્યો છે. પ્રધાનમંત્રીએ AI Tool ભાષિણીનો ઉલ્લેખ કરતા યુવાઓને આવા જ રીઅલ ટાઈમ ટ્રાન્સલેશન સંબંધિત ટુલ્સ વિકસાવવા આગ્રહ કર્યો. તેણએ કહ્યું કે, આ ટેકનોલોજીથી શાળા, હોસ્પિટલ, અદાલત ક્ષેત્રે અનોખુ પરિવર્તન આવશે. પ્રધાનમંત્રીએ માતૃભાષાના મહત્વને સમજાવતા કહ્યું, કે અમારો પ્રયત્ન રહેશે કે ભાષા કોઈ પણ બાળકના શિક્ષણ અને પ્રગતિમાં અડચણરૂપ ન બને. પ્રધાનમંત્રીએ ગુજરાતના ડાયરાને લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ ગણાવ્યો. પીએમએ પ્રસિદ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીના સામાજિક કાર્યોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ રામમંદિર સાથે જોડાયેલ ગીતો, ભજનો સહિતની રચનાઓને હેશટેગ શ્રીરામ ભજન" સાથે સોશિયલ મીડિયા પર શેર કરવા અનુરોધ પણ કર્યો.
