નવા વર્ષની ઉજવણીને પગલે દેશભરમાં વધારાઈ કડક સુરક્ષા
Live TV
-
નવા વર્ષની ઉજવણીને પગલે દેશભરમાં વધારાઈ કડક સુરક્ષા
નવા વર્ષને લઈ દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજધાની દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ વધુ ભીડ ન થાય તે માટે રાજીવ મેટ્રોસ્ટેશન ખાતે નવ વાગ્યા પછી મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ઈન્ડિયા ગેટ સહિતના જાહેર સ્થળોએ મર્યાદિત વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. ત્યાં જ ઉત્તર પ્રદેશમાં પણ નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખતાં પોલીસ એલર્ટ મોડમાં છે.
