પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના યવતમાલથી PM-કિસાન યોજનાનો 16મો હપ્તો રિલીઝ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં રેલવે, માર્ગ અને સિંચાઈ સંબંધિત રૂ. 4,900 કરોડથી વધુના મૂલ્યના અનેક માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ 21 હજાર કરોડ રૂપિયાથી વધુની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો પણ બહાર પાડયો હતો. તથા યવતમાલમાં મહિલાઓના સાડા પાંચ લાખ સ્વ-સહાય જૂથોને રૂ. 825 કરોડની રકમનું વિતરણ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં રૂ. 1,300 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-કલંબ બ્રોડગેજ લાઇન અને નવી અષ્ટી-અમલનેર બ્રોડગેજ લાઇનનો સમાવેશ થાય છે. નવી બ્રોડગેજ લાઇન વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશોમાં કનેક્ટિવિટી વધારશે અને વિકાસને વેગ આપશે.