પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતેનાં ડીસેલીનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું કર્યું ખાતમુહૂર્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત કચ્છની મુલાકાતે છે, જ્યાં પ્રધાનમંત્રી ડિસેલિનેસન પ્લાન્ટ, હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ જેવી વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
ગુજરાતમાં કચ્છની પાકિસ્તાન બોર્ડર પાસે ધોરડો ખાતે બની રહેલા સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો આજે પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યો. આ એનર્જી પાર્ક 72 હજાર હેક્ટર ક્ષેત્રમાં બનશે જે આશરે 30 ગીગાવૉટ જેટલી વીજળીનુ ઉત્પાદન કરશે. આ રિન્યુએબલ એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો એનર્જી પાર્ક બનશે.
સાથે જ માંડવી ખાતે બની રહેલા દરિયાના ખારા પાણીને પીવાલાયક પાણી બનાવતા ડિસેલિનેસન પ્લાન્ટનો પણ આજે પ્રધાનમંત્રીએ પણ ખાતમુહૂર્ત કર્યું. આ ડિસેલિનેસન પ્લાન્ટની ક્ષમતા 10 કરોડ લીટર પ્રતિ દિવસની છે. આ યોજનાથી આસપાસના ગામડાઓના લગભગ 8 લાખથી વધારે લોકોની પાણીની જરુરિયાત પુરી થશે. ગુજરાતમાં દહેજ, દ્વારકા, ઘોઘા-ભાવનગર અને ગિર-સોમનાથ બાદ આ પાંચમો ડિસેલિનેસન પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરહદ ડેરીના અંજાર ખાતે બની રહેલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનો પણ આજે શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટ 121 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામશે, જેની દૂધ પ્રોસેસિંગની ક્ષમતા 2 લાખ લીટર દૂધ પ્રતિ દિવસની હશે.