Skip to main content
Settings Settings for Dark

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે પુણ્યતિથિ; દેશભરના લોકોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. વિશ્વભરમાં સરદારના નામે સંબોધાતા અને તેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે દેશભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી પ્રભાવિત થયેલા સરદાર પટેલે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું  ઉપાડ્યું હતું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવી એક અખંડ ભારતની સ્થાપના કરી હતી.

    આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરતા કહ્યું હતું કે, ​​"સશક્ત, મજબૂત અને સમૃદ્ધ ભારતનો પાયો નાખનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન. તેમના દ્વારા બતાવાયેલ માર્ગ હંમેશાં દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે પ્રેરણારૂપ રહેશે".

    આ સાથે જ આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, ઓમ બિરલા, નીતિન ગડકરી અને સ્મૃતિ ઈરાની જેવા અનેક નેતાઓએ ટ્વિટ કરીને સરદાર પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply