પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈને આપી અનેક યોજનાઓની ભેટ
Live TV
-
મુંબઇના બીજા સૌથી મોટા એરપોર્ટનું પીએમ મોદીના હસ્તે ભૂમિ-પૂજન, આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું સપનું મોદી સરકારમાં સાકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી મુંબઈમાં બની રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભૂમિપૂજન કર્યું. અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તૈયાર થનારા નવીન એરપોર્ટ 16 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે. રાયગઢ જિલ્લા નજીક બની રહેલું આ એરપોર્ટ મુંબઈનું બીજુ સૌથી મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. મહત્વનું છે કે મુંબઈગરાઓને છેલ્લા બે દશકથી આ પ્રોજેક્ટનો ઈન્તજાર હતો જેને મોદી સરકારે પૂર્ણ કર્યું છે.
વર્તમાનમાં છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાન મથક એક માત્ર વિદેશ જવા માટેની સુવિધા પુરી પાડે છે, જેથી મુસાફરોની દિવસેને દિવસે ભારે ભીડ જોવા મળે છે. જેથી મોદી સરકારે નાગરિકોની સુવિધા માટે મહત્વપૂર્ણ પરિયોજના અંર્ગત નવીન એરપોર્ટના નિર્માણની દિશામાં કામ કર્યું છે, જે એક ગ્રીનફીલ્ડ એરપોર્ટ હશે. નવી મુંબઈમાં તૈયાર થનારા એરપોર્ટનું નિર્માણ 1,160 હેક્ટર જમીન પર પીપીપીના ધોરણે તૈયાર થશે.