પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા
Live TV
-
બદ્રીનાથ કેદારનાથ સમિતિ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ સન્માન તરીકે અંગ વસ્ત્ર ભેટ આપવામાં આવ્યું હતુ.
ઉત્તરાખંડની બે દિવસીય આધ્યામિક યાત્રા પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગઇકાલે ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા હતા. બદ્રીનાથ કેદારનાથ સમિતિ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ સન્માન તરીકે અંગ વસ્ત્ર ભેટ આપવામાં આવ્યું હતુ. બદ્રીનાથ મંદિરના અધ્યક્ષ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિરમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી. અને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. તેમજ મંદિરના પદાધિકારીઓ , સ્થાનિક અધિકારીઓ મુલાકાત કરી હતી.
