Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં દિગ્ગજોએ કર્યુ મતદાન

Live TV

X
  • સાતમા અને અંતિમ ચરણની ૫૯ બેઠકો પર મતદાન શાંતિ પુર્ણ વાતાવરણમાં થયું હતુ. જેમાં પટના સાહેબ ખાતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તો બીજેપી છોડી કોંગ્રેસનો ખેસ પહેરેલા શત્રુઘ્નસિંહાએ પણ મતદાન કરી નાગરીક ઘર્મ નિભાવ્યો હતો. તો, ગોરખપુર ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યું હતું. ગાઝીપુર ખાતે મનોજસિંહાએ અને અનુપ્રિયા પટેલે મીર્ઝાપુર ખાતે મતદાન કર્યું હતું.

    સાતમા અને અંતિમ ચરણની ૫૯ બેઠકો પર મતદાન શાંતિ પુર્ણ વાતાવરણમાં થયું હતુ. જેમાં પટના સાહેબ ખાતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તો બીજેપી છોડી કોંગ્રેસનો ખેસ પહેરેલા શત્રુઘ્નસિંહાએ પણ મતદાન કરી નાગરીક ઘર્મ નિભાવ્યો હતો. તો, ગોરખપુર ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યું હતું. ગાઝીપુર ખાતે મનોજસિંહાએ અને અનુપ્રિયા પટેલે મીર્ઝાપુર ખાતે મતદાન કર્યું હતું. તો, નીતિશ કુમારે પટણા ખાતે મતદાન કર્યુ હતું. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મંડી લોકસભા બેઠક ખાતે મતદાન કર્યુ હતું. તો કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડાએ પણ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. હમીરપુર બેઠક પરથી બીજેપી નેતા અનુરાગ ઠાકરે મતદાન કરી નાગરીક ધર્મ નિભાવ્યો હતો. તો કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢથી કેન્દ્રીય મંત્રી પવનકુમાર બંસલે અને બીજેપી ઉમેદવાર કિરણ ખેર અને તેમના પતિ અનુપમ ખેરે પણ મતદાન કર્યુ હતુ. ઉપરાંત નવજોતસિંહ સિદ્ધુંએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત આનંદપુર સાહેબ ખાતે ક્રોગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ પણ મતદાન કર્યું હતું કેપ્ટન અમરીંદર સિંહે પટીયાલા ખાતે મતદાન કર્યુ હતુ. મધ્યપ્રદેશ ઈન્દોર ખાતે લોકસભાના અધ્યક્ષ સુમીત્રા મહાજને મતદાન કર્યું હતું.નોંધનીય છે કે ગઇકાલે ૫૯ બેઠકો પર મતદાન સાથે ૫૪૩ લોકસભાની બેઠકોમાંથી ૫૪૨ ઉપર મતદાન થયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply