પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર અને કરૌલીમાં જનસભા સંબોધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર અને કરૌલીમાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે ફોની ચક્રવાતને લઈને પ્રભાવિત રાજ્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે વાત કરી હતી. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના રીવા અને રાજગઢ તેમજ રાજસ્થાનના ભરતપુર ખાતે જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે ગરીબી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તો આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પૂર્વ દિલ્હીમાં રેલી સંબોધી હતી.
