ઓરિસ્સા રાજ્યમાં ફોની વાવાઝોડુ પ્રવેશ્યું, 180 કિલોમિટરની ઝડપે પ્રતિકલાક પવન
Live TV
-
ઓરિસ્સા રાજ્યમાં ફોની વાવાઝોડુ પ્રવેશ્યું છે. અત્યારે 180 કિલોમિટરની ઝડપે પ્રતિકલાક પવન ચાલી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.અત્યારે વાવાઝોડુ ઉત્તર-પૂર્વ તરફ જઈ રહ્યું છે. જેથી આગામી 5-6 કલાક તંત્ર માટે મહત્વના છે. આ વાવાઝોડાના રડારમાં આંધ્રપ્રદેશ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ છે. હજુ સુધી કોઇ જાન-માલના નુકશાનની માહિતી મળી નથી. અત્યારે વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિ જોતા NDRF ની વધારાની 51 ટીમ તૈયાર રાખ્યું છે. અ સ્થિતિ જોતા પુરીથી ભવનેશ્વરની, તેમજ પશ્ચિમ બંગાળના કોલકાતાની ટ્રેનને 4મે સુધી રદ કરવામાં આવી છ. તેઆ ઉપરાંત હવાઇ મથક પણ બંધ કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સ્થિતિમાં 13 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ભવનેશ્વરમાં પાણીની અસર જોવા મળી છે. પવનના કારણે વૃક્ષો ધરાશયી થઇ રહ્યા છે. ઘણા માર્ગો બેધ થયા છે. ઓરિસ્સા રાજ્યના મોટો ભાગ ભારે પવન અને વરસાદના પગલે સ્થગીત થયો છે.આ તબાહીના પગલે થઇ રહેલ નુકસાનમામ તૂટી પટેલા વૃક્ષો અને ઇમારતના કાટમાળ ને દૂર કરવા NDRF ની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ કાર્ય શરૂ કર્યું છે। આ સ્થિત્ જોતા આર્મી અને એરફોર્સ ટામને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
