પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો કોરોના રસીનો બીજો ડોઝ
Live TV
-
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સવારે એમ્સમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. પુડુચેરીની પી.નિવેદા અને પંજાબની નિશા શર્મા નામની બે નર્સે પીએમ મોદીને કોરોના રસી આપી હતી. વેક્સિન લીધા બાદ પીએમે જણાવ્યુ હતુ કે,, જો તમે વેક્સિનેશન માટે યોગ્ય છો તો તમારે જલદી જ રસી લેવી જોઇએ. કોરોનાના વાયરસને હરાવવા માટે આ વેક્સિન ઉપયોગી છે. રસીકરણ માટે COWIN.GOV.IN પર રજિસ્ટ્રેશન કરવુ જોઇએ.
