કોરોનાના કેસ વધતા ગ્રામ્ય વિસ્તારો પણ સતર્ક
Live TV
-
કોરોનાના કેસ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસાના સરડોઇ ગામમાં 2 દિવસનું લોકડોઉન જાહેર કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સતર્ક થયા છે. મોડાસા તાલુકાના સરડોઇ ગામે બે દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ માટે દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓનું વેચાણ કરવા સવારે બે કલાક દુકાનો શરૂ થાય છે. ત્યાર બાદ દુકાનો બંધ જોવા મળી રહી છે. લોકડાઉનને કારણે સરડોઇ ગામે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં આવતા કોરોનાના વધતા કેસને કારણે પંચાયત દ્વારા આ નિર્ણય કરાયો છે. તો અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે સો જેટલા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
