પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે યૂક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે યૂક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના વિવિધ ક્ષેત્રોના હતા. વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યૂક્રેનના પોતાના અનુભવો વહેંચ્યા હતા. નોંધનીય છે કે ઓપરેશન ગંગા હેઠળ યૂક્રેનથી ભારતીયોને પરત લાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે, તેમાં અત્યાર સુધી 6200 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ સાથે પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ કોરીડોરના ઉદ્ધાટન પછી અડધી રાત્રે રેલવે સ્ટેશનની આકસ્મિત મુલાકાત લઈ બનારસમાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા કરી હતી. વધુમાં પ્રધાનમંત્રીએ અહીં ભાજપ શાસિત ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બનારસના વિકાસની સકારાત્મક અસર અહીં આવનારા પ્રવાસીઓ પર પણ પડી રહી છે. ૨૦૧૪-૧૫ની સરખામણીમાં ૨૦૧૯-૨૦માં અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૧૯-૨૦માં કોરોનાના સમયમાં પણ એકલા બાબતપુર એરપોર્ટથી જ ૩૦ લાખથી વધુ પ્રવાસીઓનું આવાગમન થયું હતું. બનારસ, કાશી અને વારણસી એમ ત્રણ નામોથી ઓળખાતા આ ઐતિહાસિક શહેરમાં રિંગ રોડનું કામ પણ વિક્રમી સમયમાં પૂરું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ લોકોને બાળકીઓના શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા ગંગા સહિત બધા જ જળસંશાધનોને સ્વચ્છ રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું દેશ માટે 'સુ-રાજ્ય' જેટલું જ મહત્વ 'સ્વરાજ'નું છે. તેમણે જણાવ્યું કે, શૂન્ય બજેટ કુદરતી ખેતી એક સામૂહિક ચળવળ બનવી જોઈએ અને લોકોને તેના લાભથી માહિતગાર કરવા જોઈએ. શૂન્ય બજેટ કુદરતી ખેતી પરંપરાગત ક્ષેત્ર આધારિત ટેક્નોલોજીના આધારે કૃષિનો ખર્ચ ઘટાડે છે. સ્વાધિનતા સંગ્રામના સમયે સદ્ગુરુએ આપણને સ્વદેશીનો મંત્ર આપ્યો હતો. આજે એ જ ભાવથી દેશે હવે 'આત્મનિર્ભર ભારત મિશન' શરૂ કર્યું છે. આજે સ્થાનિક વેપાર, રોજગાર અને ઉત્પાદનોને વૈશ્વિક બનાવાઈ રહ્યા છે.
