પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત વિકાસ માટે ઉર્જા વિષય પર આયોજિત વેબિનારને સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત વિકાસ માટે ઉર્જા વિષય પર આયોજિત વેબિનારને સંબોધન કરશે. વેબિનારમાં ત્રણ અલગ-અલગ સત્ર બાદ વિષય સંબંધિત 6 સંક્ષિપ્ત સત્ર પણ આયોજિત થશે. પ્રધાનમંત્રી આ વેબિનારમાં ઊર્જા મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, નવીનીકરણીય ઊર્જા માટે બજેટમાં કરાયેલી જાહેરાતો સહિત ઊર્જા અને સંસાધન ક્ષેત્રે ભારત સરકારની પહેલોની ચર્ચા કરવા અને અસરકારક અમલીકરણ માટે વિચારવિમર્શ કરશે. મહત્વનુ છે કે, ભારતે 2030 સુધીમાં લગભગ 300 ગીગાવૉટનું સોલાર પાવર ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 2022-23ના બજેટમાં 19,500 કરોડના વધારાના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ઓગષ્ટ 2021માં રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનની પણ જાહેરાત કરી હતી. જેનો હેતુ ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવાનો છે.
