Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદઘાટન કર્યું

Live TV

X
  • સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) એવા નેતાઓને તૈયાર કરશે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરશે.આજે ભારત એક વૈશ્વિક મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે.નેતાઓએ વલણો નક્કી કરવા જોઈએ.ભવિષ્યના નેતૃત્વમાં, SOULનો ઉદ્દેશ વિકસિત ભારતના નિર્માણ માટે દરેક ક્ષેત્રમાં સ્ટીલ અને સ્પિરિટ બંનેનું નિર્માણ કરવાનો હોવો જોઈએ.ભારતને એવા નેતાઓની જરૂર છે, જે વૈશ્વિક ઉત્કૃષ્ટતાની નવી સંસ્થાઓ વિકસાવી શકે.સહિયારા ઉદ્દેશ્યથી રચાયેલું આ બંધન લોહી કરતાં પણ વધુ મજબૂત છેઃપ્રધાનમંત્રી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) લીડરશીપ કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું હતું. જે તેની પ્રથમ આવૃત્તિ છે. તમામ પ્રતિષ્ઠિત નેતાઓ અને ભવિષ્યના યુવા નેતાઓને આવકારતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક ઇવેન્ટ ખૂબ જ પ્રિય હોય છે અને આજે આ પ્રકારની એક ઇવેન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે,"રાષ્ટ્રનિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી છે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓનો વિકાસ જરૂરી છે." તેમણે કહ્યુંહતુંકે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓને તૈયાર કરવા જરૂરી છે, જે સમયનીમાગ છે. એટલે તેમણે જણાવ્યું હતું કે, શાળા ઑફ અલ્ટિમેટ લીડરશીપ વિકસિત ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. SOUL માત્ર સંસ્થાનું નામ જ નથી,પરંતુ SOUL એ ભારતનાં સામાજિક જીવનનો આત્મા બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય અર્થમાં SOUL આધ્યાત્મિક અનુભવનાં હાર્દને પણ સુંદર રીતે આકર્ષે છે. SOULનાં તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, નજીકના ભવિષ્યમાં ગુજરાતનાં ગિફ્ટ સિટી નજીક SOULનું એક નવું, વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે.

    પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,આજે જ્યારે SOUL તેની સફરમાં પ્રથમ પગલું ભરી રહી છે, ત્યારે ભારતે સંસ્થાઓનાં ભવિષ્યને આકાર આપવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવી પડશે.સ્વામી વિવેકાનંદને ટાંકીને મોદીએ જણાવ્યું હતું કે, આ સ્વપ્નદ્રષ્ટા નેતા હંમેશા ભારતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા અને માત્ર 100 અસરકારક અને કાર્યદક્ષ નેતાઓની મદદથી તેને બદલવા માગતા હતા.દેશે આ જ ઉત્સાહ સાથે આગળ વધવું પડશે.દરેક નાગરિક 21મી સદીના વિકસિત ભારતનાં સ્વપ્નોને સાકાર કરવા માટે 24 કલાક કામ કરે છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ 140 કરોડની વસતિ ધરાવતાં દેશમાં તમામ ક્ષેત્રોમાં સારા નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એવા નેતાઓનું સર્જન કરશે કે જેઓ રાજકારણના ક્ષેત્ર સહિત સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડશે. પ્રધાનમંત્રીએ માનવ અને કુદરતી સંસાધનો એમ બંનેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા કોઈ પણ દેશની પ્રગતિમાં તેમની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદાહરણ ટાંકીને દર્શાવ્યું હતું કે, પૂરતા કુદરતી સંસાધનોના અભાવ છતાં, તેની માનવમૂડીથી સંચાલિત નેતૃત્વને કારણે ગુજરાત કેવી રીતે ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે

    પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતુકે માનવ સંસાધનમાં સૌથી મોટી સંભવિતતા છે. 21મી સદી નવીનતા અને ચેનલાઇઝિંગ કૌશલ્યનું નેતૃત્વ કરવા સક્ષમ સંસાધનોની જરૂર છે." તેમણે વિવિધ ક્ષેત્રોમાં કુશળતાના વધતા જતા મહત્વ તરફ ધ્યાન દોર્યું. શ્રી મોદીએ નવી કુશળતાઓ અપનાવવા માટે નેતૃત્વ વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેને વૈજ્ઞાનિક અને માળખાગત અભિગમ મારફતે આગળ ધપાવવો જોઈએ. આ પ્રક્રિયામાં SOUL જેવી સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો કે, તેમણે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અસરકારક અમલીકરણ માટે રાજ્યનાં શિક્ષણ સચિવો, રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને અન્ય અધિકારીઓ માટે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓ માટે નેતૃત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે અને SOULનું લક્ષ્ય નેતૃત્વ વિકાસ માટે વિશ્વની અગ્રણી સંસ્થા બનવાનું હોવું જોઈએ.

    પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારત વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં આ ગતિ અને ઝડપને વધારવા માટે વૈશ્વિક કક્ષાનાં નેતાઓ અને આંતરરાષ્ટ્રીય નેતૃત્વની જરૂર છે." SOUL જેવી નેતૃત્વ સંસ્થાઓની ગેમ ચેન્જર બનવાની શક્યતા પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માત્ર પસંદગી જ નહીં પણ જરૂરિયાત પણ છે."દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. જે વૈશ્વિક સ્તરે દેશના હિતોને પ્રાથમિકતા આપવાની સાથે વૈશ્વિક જટિલતાઓ અને જરૂરિયાતોનું સમાધાન શોધી શકે. આ નેતાઓએ વૈશ્વિક અભિગમ અપનાવવો જોઈએ, પણ સ્થાનિક માનસિકતા જાળવી રાખવી જોઈએ." તેમણે ભારતીય માનસ અને આંતરરાષ્ટ્રીય માનસિકતા એમ બંનેને સમજતી વ્યક્તિઓને તૈયાર કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેઓ વ્યૂહાત્મક નિર્ણય લેવા, કટોકટીનું વ્યવસ્થાપન કરવા અને ભવિષ્યલક્ષી વિચારસરણી માટે તૈયાર હોય છે.પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આંતરરાષ્ટ્રીય બજારો અને વૈશ્વિક સંસ્થાઓમાં સ્પર્ધા કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ગતિશીલતાને સમજે તેવા નેતાઓની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, SOULની ભૂમિકા એવા નેતાઓને તૈયાર કરવાની છે, જેનો વ્યાપ મોટો હોય અને જેમનામાં ઉચ્ચ અપેક્ષાઓ હોય.

    આ પ્રસંગે ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ દશો શેરિંગ તોબગે, SOUL બોર્ડનાં ચેરમેન સુધીર મહેતા અને વાઇસ ચેરમેન હસમુખ અઢિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે આ પ્રસંગે મુખ્ય સંબોધન કર્યું હતું. મોદીએ ભૂતાનના રાજાના જન્મદિવસના આવા મહત્વપૂર્ણ દિવસે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ભૂતાનના પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply