પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 25 ફેબ્રુઆરી સુધી મધ્ય પ્રદેશ, બિહાર અને અસમની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 25 ફેબ્રુઆરી સુધી મધ્ય પ્રદેશ, બિહાર અને અસમની મુલાકાતે છે. આ યાત્રાની પ્રથમ કડીમાં આજે તેઓ મધ્ય પ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓ મહત્વની વિકાસ પરિયોજનાનું ઉદ્ધાટન અને ખાતમુર્હુત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાગેશ્વર ધામની મુલાકાત લેશે. અને બાલાજી મંદિરમાં દર્શન કરશે. ત્યાર બાદ તેઓ 100 બેડ વાળી કેન્સર હોસ્પિટલનું ખાત-મૂહર્ત કરશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે. અને બુન્દેલખંડ મહોત્સવની શરૂઆત કરાવશે.. ત્યારબાદ પ્રધાનમંત્રી ભોપાલ જવા માટે રવાના થશે.. બાગેશ્વર ધામમાં પ્રધાનમંત્રીના આગમન માટે,, ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે
