પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ફિનિટી ફોરમ 2.0ને સંબોધન કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફિનટેક પર ગ્લોબલ થોટ લીડરશિપ પ્લેટફોર્મ-ઇન્ફિનિટી ફોરમની 2જી આવૃત્તિને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યું હતુ... આ ફોરમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીમાં 21મી સદીના મુદ્દા પર મંથન થવુ એ ગુજરાત માટે ગૌરવની વાત છે.
સાથે જ તેઓએ ફોરમને સંબોધિત કરતા એ પણ કહ્યું કે ગુજરાતની સફળતા એ સમગ્ર દેશની સફળતા છે અને વૈશ્વિક પડકારોની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાથી સમગ્ર દેશ અને વિશ્વને ખૂબ જ આશાઓ છે. પ્રધાનમંત્રીએ ફોરમને સંબોધિત કરતા વધુમાં કહ્યું કે આજે જે સફળ ફોરમ યોજાઈ રહી છે તે પાછલા 9 વર્ષમાં લેવાયેલા અતિ મહત્વપૂર્ણ નિર્ણયોનું પરિણામ છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી અને GIFT સિટી દ્વારા સંયુક્ત રીતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પૂર્વવર્તી ઈવેન્ટ તનરીકે યોજાઈ રહી છે. આ ફોરમમાં યુએસ, યુકે, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને જર્મની સહિત 20થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
