પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજે 71 હજાર યુવાનોને આપશે રોજગારી માટેના નિમણૂંક પત્રો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લગભગ 71 હજાર નવા ભરતી પામેલ લોકોને નિયુક્તિ પત્ર સોંપશે. આ અવસરે પ્રધાનમંત્રી તેઓને સંબોધિત પણ કરશે. દેશભરમાંથી પસંદગી પામેલ લોકોની નિયુક્તિ ભારત સરકારના અનેક વિભાગોમાં જુદા જુદા પદ ઉપર થશે. આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. દેશભરમાંથી પસંદગી પામેલ નવનિયુક્ત કર્મીઓની ભારત સરકાર અંતર્ગત ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, વરિષ્ઠ વાણિજ્ય ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, ડાક સહાયક, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ સહાયક, સિનિયર ડ્રાફ્ટ્સમેન, સહાયક પ્રોફેસર, શિક્ષક, પુસ્તકાલય અધ્યક્ષ, નર્સ, એમટીએસ અને અન્ય જેવા પદો ઉપર કાર્ય કરવા માટે સામેલ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ગત વર્ષે 22મી ઓક્ટોબરના રોજ 10 લાખ સરકારી નોકરી આપવાના અભિયાનની શરૂઆત કરીને રોજગાર મેળાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી.
