પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી મંડળે લીધા શપથ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ થયેલા ચહેરાઓએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. પૂર્વ ગૃહમંત્રી રાજનાથસિંહે પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. રાજનાથસિંહ બાદ ત્રીજા ક્રમે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા હતા.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પ્રધાન મંત્રી તથા 24 કેબીનેટ મંત્રીઓ તથા સ્વતંત્ર હવાલો મેળવનારા નવ રાજ્ય મંત્રીઓને તથા અન્ય 24 રાજ્ય મંત્રીઓ એટલે કે કુલ 58 મંત્રીઓને પદ તથા ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.બીજા ક્રમે રાજનાથ સિંહ અને ત્રીજા ક્રમે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા હતા. અમિત શાહે પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા હતા. જ્યારે ત્રણ વર્ષ વિદેશ સચિવ રહી ચૂકેલા એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરષોત્તમ રૂપાલાએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. બીજા ક્રમે રાજનાથ સિંહ અને ત્રીજા ક્રમે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા છે. અમિક શાહે પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે. જ્યારે ત્રણ વર્ષ વિદેશ સચિવ રહી ચૂકેલા એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં મળેલી બંપર જીત બાદ આજે પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવખત પ્રધાનમંત્રી પદ માટેના શપથ ગ્રહણ કર્યા હતા. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત બીજીવખત વારાસણીથી સાંસદ તરીકે ચૂંટાયા અને સતત બીજીવખત પૂર્ણ બહુમત સાથે પીએમ પદે ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા છે. શપથ ગ્રહણ પહેલાં ટ્વીટ કરીને પીએમએ જણાવ્યું હતું કે, દેશની સેવાનું ગૌરવ મળી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ થયેલા ચહેરાઓએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. પૂર્વ ગૃહમંત્રી રાજનાથસિંહે પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. રાજનાથસિંહ બાદ ત્રીજા ક્રમે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા હતા. આ ઉપરાંત નિતીન ગડકરી, સદાનંદ ગૌડાને રાષ્ટ્રપતિએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, અકાળી દળના હરસિમરત કૌર, થાવરચંદ ગેહલોતે પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે એસ.જયશંકર, રમેશ પોખરિયાલ નિશંક, અર્જુન મુંડા તેમજ સ્મૃતિ ઈરાનીએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા..આ ઉપરાંત ડૉ. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, મહેન્દ્રનાથ પાંડે, શિવસેના અરવિંદ સાવંત, ગિરીરાજસિંહ, ગજેન્દ્રસિંહ શેખાવતને રાષ્ટ્રપતિએ મંત્રી પદના શપથ અપાવ્યા હતા.
આ સાથે સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં સંતોષકુમાર ગંગવાર, ઈન્દ્રજીતસિંહ, શ્રીપદ યેસો નાઈક, ડૉ.જીતેન્દ્રસિંહ, કિરણ રિજીજુ, મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓએ પદ અને ગોપનીયતના શપથ લીધા હતા. આમ કુલ 25 કેબિનેટ મંત્રીઓ, 9 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ અને 24 રાજ્યકક્ષાના મંત્રીઓને રાષ્ટ્રપતિએ પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.
આમ આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની અને હરસિમરત કૌરનો સમાવેશ થાય છે. આ સાથે કેન્દ્રીય કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વિદેશ સચિવ એસ.જયશંકર, પ્રહલાદ જોશી, મહેન્દ્રનાથ પાંડે, અરવિંદ સાવંત, પ્રહલાદ પટેલ, કિશન રેડ્ડી, કિશનપાલ, રાવસાહેબ દાનવે, સંજય ધોતરે, અનુરાગ ઠાકુર, સંજીવ બાલિયાન, સુરેશ અંગાડી, નિત્યાનંદ રાય, રત્નલાલ કટારીયા, કૃષ્ણપાલનો સમાવેશ કરવામાં આવ્યું છે.
