જમ્મુ કાશ્મિરના સોપોરમાં સુરક્ષાદળ તથા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર, બે આંતકીઓ ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મિરના બારામુલ્લા જિલ્લાના એક ગામમાં સુરક્ષાદળના જવાનો તથા આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબારમાં બે આંતકવાદીઓ ઠાર મરાયા.
જમ્મુ કાશ્મિરના બારામુલ્લા જિલ્લામાં સોપોરના એક ગામમાં સુરક્ષાદળના જવાનો તથા આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબારો થયા હતા. જેમાં બે આંતકવાદીઓ ઠાર મરાયા હતા. આ બંને આતંકીઓ લશ્કર એ તૈયબા સાથે સંકળાયેલા હતા. અને છેલ્લા ઘણા સમય થી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. સુરક્ષાદળના જવાનોને આ અંગે માહિતી મળતા તેમણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતા. આતંકવાદીઓ એ ગોળીબાર કર્યા હતા જેના જવાબમાં સુરક્ષા દળના જવાનોએ પણ ગોળીબારો કર્યા હતા.
