Skip to main content
Settings Settings for Dark

ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં હજારો મહેમાનોએ આપી હાજરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં હજારો મહેમાનોએ હાજરી આપી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં હજારો મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં દેશ-વિદેશના મહેમાનો સહિત બિઝનેસમેન મુકેશ અંબાણી અને રતન તાતા સિવાય દેશની અનેક સેલિબ્રિટીઝ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઉપસ્થિત રહી શપથ સમારોહની સાક્ષી બની હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે વિદેશી મહેમાનો દિલ્હી આવી પહોંચ્યા હતા. જેમાં બિમસ્ટેક દેશોના નેતાઓમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ વિન મિંટ, થાઈલેન્ડના વિશેષ દૂત ગ્રિસરા બૂનરાચ, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ અને બાંગલાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામીદ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ તમામ વિદેશી નેતાઓનું દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply