પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવસની શરૂઆત પોતાના બે આદર્શોના આશીર્વાદથી કરી
Live TV
-
નરેન્દ્ર મોદી બીજીવાર દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તેમણે દિવસની શરૂઆત પોતાના બે આદર્શોના આશીર્વાદથી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌ પ્રથમ રાજઘાટ પહોંચ્યા હતા. અને ત્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીની સમાધિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અને પોતાના આદર્શ મહાત્મા ગાંધીના આશીર્વાદ લીધા હતા. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. રાજઘાટ પહોંચી નરેન્દ્ર મોદીજીએ "વૈષ્ણવજન તો તેને રે કહીએ" ભજન સાંભળ્યું. ત્યારબાદ નરેન્દ્ર મોદી દિવંગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ પર પહોંચ્યા. ભારત રત્ન રહેલા અટલજીની સમાધિ પર શ્રદ્ધા સુમન અપર્ણ કર્યા. અને આશીર્વાદ પ્રાપ્ત કરી મહત્વપૂર્ણ દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને જે સૈનિકોએ દેશની સેવા માટે પોતાના પ્રાણોની પણ પરવાહ કરી નથી તેવા શહિદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી સલામી આપી.
