નવા કેન્દ્રિય મંત્રી મંડળની યોજાશે બેઠક
Live TV
-
નવા કેન્દ્રિય મંત્રી મંડળની બેઠક યોજાશે. સંસદના પ્રથમ સત્રની બેઠક ની તારીખ નક્કી થાય તેવી શક્યતાઓ
નવા કેન્દ્રિય મંત્રી મંડળની આજે બેઠક યોજાશે. પોતાની ટીમને ઉર્જાથી ભરપૂર ની ઓળખ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે બધાજ સાથે મળીને ભારતની પ્રગતિ માટે કામ કરીશું. આજે યોજાનારી બેઠકમાં સંસદના પ્રથમ સત્રની બેઠક ની તારીખ નક્કી થાય તેવી શક્યતાઓ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં હજારો મહેમાનોએ હાજરી આપી હતી. જેમાં દેશ-વિદેશના મહેમાનો સહિત બિઝનેસમેન મુકેશ અંબાણી અને રતન તાતા સિવાય દેશની અનેક સેલિબ્રિટીઝ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઉપસ્થિત રહી શપથ સમારોહની સાક્ષી બની હતી.
