પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે વર્ચ્યુઅલ માધ્યમથી ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઇનનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
377 કરોડ રૂપિયાના ખર્ચે બની છે ભારત- બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ સરહદ પાર ઉર્જા પાઇપલાઇન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે વર્ચુઅલી ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇનનું ઉદધાટન કરશે. આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ પાર પ્રથમ ઉર્જા પાઇપલાઇન છે. જે 377 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશમાં નિર્મિત હિસ્સાપર લગભગ 285 કરોડનો ખર્ચ થયો છે. જેને અનુદાન સહાય અનુસાર ભારત સરકારે ખર્ચ ઉઠાવ્યો છે. પાઇપલાઇનમાં વર્ષે એક મિલીયન મેટ્રીક ટન હાઇસ્પીડ ડિઝલ પહોચાડવાની ક્ષમતા છે. જે શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના સાત જિલ્લામાં હાઇસ્પીડ ડિઝલ પૂરવઠો પહોચાડશે. આ પાઇપ લાઇન સંચાલનથી ભારતથી બાંગ્લાદેશ HSD લાવવા લઇ જવા પર વિશ્વસનીય અને પર્યાવરણ અનુકુળ સાધન સ્થાપિત થશે અને બન્ને દેશો વચ્ચે ઉર્જા સુરક્ષામાં સહયોગ વધશે.
