Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પીએમ ચિન્હએ દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વિયેતનામી સમકક્ષ ફામ મિન્હ ચિન્હે ગુરુવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેઓએ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત કરવા માટે વ્યાપક ચર્ચાઓ કરી.

    ચિન્હ ત્રણ દિવસની મુલાકાતે મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને વધુ વિસ્તૃત કરવાનો છે.

    આ પહેલા આજે વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હનું રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    "મૂલ્યવાન ભાગીદારનું ભવ્ય સ્વાગત," વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હનું સ્વાગત કર્યું હતું. વિયેતનામ એ ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝનનો મુખ્ય આધારસ્તંભ છે.

    ઉલ્લેખનીય છે કે પ્રધનમત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ભારતની સરકારી મુલાકાતે નવી દિલ્હીમાં છે. પ્રધાનમંત્રી ચિન્હા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે.

    મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને વિયેતનામ સદીઓ જૂના ઐતિહાસિક અને સભ્યતા સંબંધી સંબંધો ધરાવે છે, જે સપ્ટેમ્બર 2016માં પ્રધાનમંત્રીની વિયેતનામની મુલાકાત દરમિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત થયા હતા. ભારત વિયેતનામને તેની એક્ટ ઈસ્ટ નીતિનો મુખ્ય આધારસ્તંભ અને તેના ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર માને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply