Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના સોનભદ્ર અને ગાંઝિપુરમાં જનસભાને કરશે સંબોધિત

Live TV

X
  • સમગ્ર દેશમાં વર્ષની શરૂઆતથી જ ચૂંટણી અને ચૂંટણી પ્રચારનો માહોલ પૂર જોશથી શરુ થઇ ગયો છે.દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ પક્ષના નેતાઓ પોતાના પ્રચાર અને પ્રસાર માટે લોકો સમક્ષ આવી ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે,તો ઉત્તરપ્રદેશમાં પાંચ તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે તો સાથે આવતી કાલે છઠ્ઠા તબક્કાનું મતદાન છે.ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે.છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાના 57 બેઠકો પર મતદાન કરવામાં આવશે.આ જિલ્લામાં આંબેડકરનગર, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી,ગોરખપુર, મહારાજગંજ,કુશીનગર, દેવરિયા, સંતકબીરનગર અને બલિયાનો સમાવેશ થાય છે.

    આ તબક્કામાં 676 ઉમેદવાર ચૂંટણીના જંગમાં છે તો સાથે જ ઉત્તરપ્રદેશના સાતમાં તબક્કાની ચૂંટણીને લઈ પ્રચાર પુરજોશમાં થઈ રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના સોનભદ્ર અને ગાંઝિપુરમાં જનસભાને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જનસભાને ગજવશે.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ મઉ અને આઝામગઢમાં જનસંપર્ક કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply