Skip to main content
Settings Settings for Dark

રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વર્તાઈ રહેલા વૈશ્વિક સંકટ સંદર્ભે પ્રધાનમંત્રીએ વિશ્વના નેતા સાથે કરી ટેલિફોનિક વાતચીત

Live TV

X
  • રશિયા-યુક્રેન યુદ્ધ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે તે વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશ્વ નેતાઓ સાથે પણ સતત વાતચિત થઈ રહી છે. પ્રધાનમંત્રીએ યૂરોપિય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ માઈકલ સાથે ટેલિફોનિક વાત કરી.તેમાં પ્રધાનમંત્રીએ યુક્રેનમાં ખરાબ થયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવીય સંકટ પર ભારે દુ:ખ વ્યક્ત કર્યું છે.તેમણે વાતચીતથી જ સમસ્યાનું નિરાકારણ લાવવાની વાતને પણ ફરી તેમની સમક્ષ મુકી હતી.તો સાથે પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી.બંને નેતાઓએ યુક્રેન-રશિયા સંકટ પર ચર્ચા-વિચારણા કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્ડ્રેઝ ડૂડા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી.જેમાં તેઓએ ભારતીય નાગરિકોને યુક્રેનથી દેશ પરત લાવવાના અભિયાનમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ વિઝા વગર ભારતીય નાગરિકેને પોલેન્ડમાં એન્ટ્રી આપવાના નિર્ણયને પણ વખાણ્યા હતા.સાથે જ બંને નેતાઓએ યુક્રેનની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ આ વચ્ચે દિલ્હીમાં યુક્રેન રશિયા યુદ્ધ પર હાઈલેવલ મિટિંગ કરી હતી.જેમાં સમગ્ર કામગીરીની સમિક્ષા કરવામાં આવી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply