પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરલની મુલાકાતે
Live TV
-
કેરાલાના વિકાસ માટે અનેક વિધ યોજનાઓની શરૂઆત કરશે
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરલની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ધાટન કરશે. સાથે પ્રસિદ્ધ પદ્મનાભના મંદિર ખાતે પુજા અર્ચન કરશે. કેરળના પ્રવાસ દરમિયાન તેઓ કોલ્લમ ખાતે 352 કરોડના ખર્ચે તૈયાર થયેલા 13 કિલોમીટર લાંબા બાયપાસ રોડનું ઉદ્ધધાટન કરશે. ત્યારબાદ જન સભાને સંબોધન કરશે. કેરાલાના વિકાસ માટે અનેક વિધ યોજનાઓની શરૂઆત કરશે. સબરીમાલા મંદિરમાં ઉજવાયેલા મકર વિલ્લાકકુ વાર્ષિક તહેવાર પછીના બીજા દિવસે એટલે કે આજે તેઓ સબરીમાલા મંદિરમાં જશે. કોલ્લમ બાયપાસનું ઉદ્ઘાટન તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે કરશે અને તેઓ એક જનસભાને સંબોધશે. પદ્મસ્વામી મંદિરમાં તેઓ સાંજે સવા સાત વાગ્યે પહોંચશે.
