પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થશે અમેરિકા જવા રવાના
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં લેશે ભાગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાની યાત્રાએ જવા રવાના થશે. તેઓ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે રહેશે. વિદેશ મંત્રાલયે પ્રધાનમંત્રીના આ પ્રવાસની વિસ્તારથી જાણકારી આપી હતી. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીય વાતચીત, હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભાગ લેશે અને અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીતમાં સામેલ થશે
