પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્લી ખાતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
આ સંમેલનમાં AI સાથે જોડાયેલા ખતરા અંગે પણ ચર્ચા થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્લી ખાતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. જીપીએઆઇ સંમેલનમાં 29 દેશો સાથે જોડાયેલી આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ અત્યાધુનિક અનુસંધાન અને વ્યવહારીક ગતિવીધીઓ પર મદદ કરી એઆઇના સિધ્ધાંત આધારિત વ્યવહારોના અંતર દૂર કરવાનો પ્રયાસ થશે. ભારત 2024માં જીપીએઆઇ અધ્યક્ષ રહેશે.
આ શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક સ્વાસ્થ્ય, શિક્ષા,કૌશલ એઆઇ સિધ્ધાંત, ડેટા પ્રબંધન જેવા વિવિધ વિષયો પર ચર્ચા થશે. આ સાથે આ સંમેલનમાં દરેક દેશો સાથે વાતાલાપ અને ગેસ ચેન્જર્સ એવોર્ડ અને ઇન્ડિયા એઆઇ એક્સ્પો મુખ્ય આકર્ષણ રહેશે. આ સંમેલનમાં 50થી વધુ જીપીએઆઇના વિશેષ નિષ્ણાંતો અને 150 થી વધુ વક્તાઓ ભાગ લેશે.
આ સાથે એરટેલ, રીલાયન્સ, જીઓ,ગુગલ,મેટા, એડડબલ્યુએસ,યોટા,નેટવેક,પેટીએમ, સોફ્ટ માસ્ટર કાર્ડ, એનઆઇસી, એસટીપીઆર મોર્સ જીઓ હેપ્ટીક, સહિત દુનિયાભરના શીર્ષ ગેમ ચેન્જર્સ કંપનીઓ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં યુવા એઆઇ દ્વારા વિેજેતા વિદ્યાર્થીઓ આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ મોડલ અને સ્ટાર્ટ-અપ મોડલ સમાધાન પ્રદર્શિત કરશે .
