Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ IIIT લખનૌના બીજા દીક્ષાંત સમારોહને સંબોધશે

Live TV

X
  • ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ આજે તેમની ઉત્તર પ્રદેશની બે દિવસીય મુલાકાત દરમિયાન લખનૌની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજરી આપશે.

    છોકરાઓ માટે 254 અને ગર્લ સ્ટુડન્ટ્સ માટે 61 સહિત કુલ 315 ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ ડિગ્રી અને ડિપ્લોમામાં ત્રણ બી ટેક પ્રોગ્રામ, બે એમ ટેક પ્રોગ્રામ, બે એમબીએ કોર્સ અને છ પીજી ડિપ્લોમાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 3844 પોલીસકર્મીઓ અને 12 કંપની પીએસી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઈવેન્ટ સ્થળને ડ્રોન માટે નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

    રાષ્ટ્રપતિએ લખનઉમાં ડિવાઇન હાર્ટ ફાઉન્ડેશનના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.તેઓએ આ અવસરે કહ્યું કે,લખનઉની સંસ્કૃતિની વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય છે.આ અગાઉ રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના 45મા પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

    દિક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી વિદ્યાપીઠે દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વિદ્યાપીઠ અસહયોગ આંદોલનનું જીવંત પ્રતિક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply