Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનમાં આજે જાહેર થઈ શકે છે નવા મુખ્યમંત્રીનું નામ

Live TV

X
  • નિરિક્ષક તરીકે રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડે ઉપસ્થિત રહેશે

    રાજસ્થાનમાં ભાજપ વિધાયક દળ આજે બપોરે જયપુરમાં તેના નેતાની પસંદગી કરવા બેઠક કરશે. ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં યોજાશે. ધારાસભ્યોની નોંધણી બપોરે 1 વાગ્યાથી શરૂ થશે, ત્યારબાદ ધારાસભ્ય દળની બેઠક થશે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની સાથે વિનોદ તાવડે અને સરોજ પાંડે દ્વારા નિયુક્ત નિરીક્ષકો પણ હાજર રહેશે.

    ધારાસભ્ય દળના નવા નેતાના સ્વાગત માટે પ્રદેશ ભાજપ મુખ્યાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગઈકાલ સાંજથી જ ભાજપ કાર્યાલયની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બેઠકના નિરીક્ષક કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સવારે 11 વાગ્યે જયપુર પહોંચવાના છે.

    તમામ ધારાસભ્યોની નોંધણી બપોરે 1 વાગ્યાથી શરૂ થશે અને 4 વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળના નેતાની જાહેરાત થવાની શક્યતા છે. છેલ્લા પચીસ વર્ષથી રાજ્યમાં એકાંતરે કોંગ્રેસના નેતા અશોક ગેહલોત અને ભાજપના વસુંધરા રાજેનું શાસન છે. લોકોમાં ચર્ચા છે કે શું વસુંધરા રાજે ફરીથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાશે. અથવા રાજસ્થાન છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા મુખ્યમંત્રીના નવા ચહેરાનું સાક્ષી બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply