Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીનો શપથ સમારંભ યોજાશે

Live TV

X
  • તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ધારાસભ્ય દળના નેતાના નામ જાહેર થઈ ગયા છે. ત્યારે આવતીકાલે એટલે કે 13 ડિસેમ્બરે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીનો શપથ સમારંભ યોજાશે.

    મધ્યપ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરશે. બન્ને રાજ્યની રાજધાનીમાં યોજાનારા આ શપથ સમારંભ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તો સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરાઈ છે.

    ગઈકાલે મધ્યપ્રદેશમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. તો આ પહેલા છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાયને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.

    બન્ને રાજ્યોમાં રાજ્યપાલે નવી સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. આવતીકાલના શપથ સમારંભમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત અને દિગ્ગજ લોકો પહોંચે તેવી સંભાવના છે. આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply