Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહોંચ્યા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે કરશે અનૌપચારિક બેઠક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોચી શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદી મીર પુતિન સાથે અનૌપચારિક બેઠક કરશે જ્યાં બંને નેતાઓ ભારત અને રશિયા દ્વીપક્ષીય સંબંધોને બૃહદ અને લાંબા ભવિશ્યને લઈ ચર્ચા કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા પહોંચી ગયા છે. જ્યાં તેઓ સોચી શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદી મીર પુતિન સાથે અનૌપચારિક બેઠક કરશે.બંને નેતાઓ ભારત અને રશિયા દ્વીપક્ષીય સંબંધોને બૃહદ અને લાંબા ભવિશ્યને લઈ ચર્ચા કરશે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતે પી.એમ. મોદીને આ અનૌપચારિક મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું.જ્યાં કૂટ નીતિથી આગળ વધી બંને દેશો એકબીજાને સમજવા અને તમામ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.રશિયામાં ભારતના રાજદૂત પંકજ શરણે કહ્યું હતું કે,પુતિન અને મોદી વચ્ચેની આ મુલાકાત ખૂબ ખાસ છે.પુતિને અનેક મુદ્દાઓ પર વાતચીત માટે પી.એમ. મોદીને રશિયા આવવા આમંત્રણ આપ્યું છે.ભારત અને રશિયા વચ્ચે ,દર વર્ષે શિખર વાટાઘાટો થાય છે કારણ કે બંને એકબીજાને મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર માને છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે તેનાથી ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply