Skip to main content
Settings Settings for Dark

દુનિયાનું ચક્કર લગાવીને ભારત પરત ફરી નૌ-સેનાની જાબાંઝ મહિલા ઓફિસરોની ટૂકડી

Live TV

X
  • I.N.S.તારીણી ઉપર સવાર લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોષીના નેતૃત્વમાં છ મહિલા અધિકારીઓના દળને રક્ષામંત્રીએ ગોવાથી 10 સપ્ટેમ્બરે રવાના થયા હતા.

    નાની નૌકા દ્વારા સમુદ્રના માર્ગે દુનિયાનું ચક્કર લગાવવા નિકળેલ નૌ-સેનાની જાબાંઝ મહિલા ઓફિસરોની ટૂકડી આજે ગોવા પરત ફરી છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે આ અભિયાન દળનું સ્વાગત કર્યું હતું. I.N.S.તારીણી ઉપર સવાર લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોષીના નેતૃત્વમાં છ મહિલા અધિકારીઓના દળને રક્ષામંત્રીએ ગોવાથી 10 સપ્ટેમ્બરે રવાના કર્યું હતું. આ અભિયાનને નાવિકા સાગર પરિક્રમા નામ આપવામાં આવ્યું છે. આ દળમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી.સ્વાતી, લેફટનન્ટ એ.વી. વિજ્યાદેવી, પી. ઐશ્વર્યા તથા પાયલ ગુપ્તાનો સમાવેશ થાય છે. આ દળે ઓસ્ટ્રેલિયાના પ્રિ-મેન્ટલ અને ન્યૂઝીલેન્ડના લેટી-ટન્ટસે પોર્ટ સ્ટેનલીથી કેપટાઉન થઈને અભિયાન પૂરૂં કર્યું છે. આ દળે એકતાલીસ દિવસ પ્રશાંત મહાસાગરમાં બેહદ વિપરીત વાતાવરણમાં પસાર કર્યા હતા. આ પ્રથમ અવસર છે કે નૌ સેનાના મહિલા અધિકારીઓએ સમુદ્ર માર્ગે વિશ્વ પરિક્રમા પૂરી કરવાનું સાહસિક કાર્ય કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply