કર્ણાટક મામલે અમિત શાહે કહ્યુ , જનાદેશ વિરૂદ્ધ છે કોંગ્રેસ-JDSનું ગઠબંધન
Live TV
-
2019 માં ફરી અમે અમારી સરકાર બનાવીશું-અમિત શાહ
કર્ણાટકમાં કુમાર સ્વામીના શપથ લેવાના એક દિવસ પહેલાં, ભાજપ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે , ગઈકાલે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી , કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ સંદર્ભમા જણાવ્યું હતું , કે સૌથી મોટી પાર્ટી હોવાના નાતે , સરકાર બનાવવાનો દાવો તેમણે ન કર્યો હોત , તો તે કર્ણાટકની જનતાનું અપમાન ગણાત. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું , કે કઈ વાતનો જશ્ન મનાવી રહ્યા છે,. જ્યારે કર્ણાટકની જનતાએ , કોંગ્રેસ અને જે.ડી.એસ.ને , નકારી દીધી છે. તો પછી શું વિચારી બંનેએ એકબીજા સાથે ગઠબંધન કર્યું છે. કર્ણાટકની જનતાએ , અમને જનાદેશ આપ્યો છે. જનાદેશ વિરૂધ્ધ જઈ , જે.ડી.એસ. એ , કોંગ્રેસને સાથ આપ્યો છે. અમે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યા છીએ. જ્યારે કોંગ્રેસના અડધાથી વધુ મંત્રીઓ હાર્યા છે. 2019 માં , ફરી અમે અમારી સરકાર બનાવીશું , તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
