રશિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા PM
Live TV
-
ભારત-રશિયાના સંબંધો અતૂટ - PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , રશિયાની એક દિવસીય મુલાકાત બાદ , દિલ્હી પરત ફર્યા છે. રશિયાના સોચી પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ,, અનઔપચારિક બેઠક કરી હતી. બ્લેક સી , એટલે કે કાળા સમુદ્રમાં , બંને નેતાઓએ નૌકા વિહાર કર્યો હતો.બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન થયું હતું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતવા બદલ , શ્રી પુતિનને અભિનંદન આપ્યા હતા , અને શાંઘાઈ સહયોગ સંગઠનમાં સદસ્યતા માટે રશિયાના પ્રયાસો બદલ , આભાર માન્યો હતો. બંને નેતાઓએ ભારત અને રશિયાના વચ્ચેના લાંબા સમયના વિશ્વાસપૂર્ણ અને ગાઢ સંબંધો , વધુ સુદૃઢ બનાવવા મંત્રણા કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,, રશિયાના ક્રસયાના પોલયાના નામના , પ્રાચીન તથા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળની , મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી મોદીએ રશિયાની સ્કૂલના બાળકો સાથે , નિખાલસ વાતચીત કરી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને , ભારત આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓને વચન આપતા કહ્યું હતું , કે ભારત દ્વારા દર વર્ષે , એક ઓર્ગેનાઈડ ટુરનું આયોજન કરવામાં આવશે, જેમાં તેઓ બાળકો સાથે , ટુર દરમ્યાન બેથી ત્રણ કલાક વિતાવશે.
