પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પીએમ બોરિસ જહોન્સનની સાથે વર્ચ્યુયલ બેઠક યોજશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથી મેએ બ્રિટનના પોતાના સમકક્ષ બોરિસ જહોન્સનની સાથે વર્ચ્યુયલ બેઠક યોજશે. આ બેઠક દરમિયાન કોવિડ-19 અંગે સહયોગ અને મહામારી સામે લડવા માટેના વૈશ્વિક પ્રયાસો અંગે તેઓ ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથી મેએ બ્રિટનના પોતાના સમકક્ષ બોરિસ જહોન્સનની સાથે વર્ચ્યુયલ બેઠક યોજશે. આ બેઠક દરમિયાન કોવિડ-19 અંગે સહયોગ અને મહામારી સામે લડવા માટેના વૈશ્વિક પ્રયાસો અંગે તેઓ ચર્ચા કરશે. સંમેલનની જાહેરાત કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે, આ બહુઆયામી વ્યૂહાત્મક સંબંધોને વધારવા માટે અને પારસ્પરિક હિતને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે સહયોગ વધારવા માટેનો એક મહત્વપૂર્ણ અવસર હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે, સંમેલન દરમિયાન એક વ્યાપક રોડમેપ 2030ને પણ લોન્ચ કરવામાં આવશે. આ રોડમેપ આગામી પાંચ દાયકામાં ભારત અને બ્રિટન સહયોગને વધુ વિસ્તારીત કરવા અને વધુ ગાઢ કરવા માટેનો માર્ગ ખૂલ્લો કરશે. આ પાંચ મુખ્ય ક્ષેત્ર લોકસંપર્ક, વ્યાપાર અને સમૃદ્ધિ, રક્ષા અને સુરક્ષા, જળવાયુ અને આરોગ્ય છે.
