વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી
Live TV
-
વિદેશ મંત્રી એસ.જય શંકરે લંડનમાં જી-સેવન દેશોના વિદેશ મંત્રીઓની બેઠકથી અલગ રીતે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન સાથે બેઠક યોજી હતી.
વિદેશ મંત્રી એસ.જય શંકરે લંડનમાં જી-સેવન દેશોના વિદેશ મંત્રીઓની બેઠકથી અલગ રીતે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન સાથે બેઠક યોજી હતી. બંને નેતાઓએ કોવિડ અંગેના વૈશ્વિક પડકારોને મુદ્દે વ્યાપક ચર્ચા વિચારણા કરી હતી. વાતચીત દરમિયાન વેક્સિન ઉત્પાદન ક્ષમતા અને વિશ્વાસપુર્ણ પુરવઠાના મુદ્દે વિસ્તારપુર્વક ચર્ચા થઇ હતી. બેઠકમાં હિંદ - પ્રશાંત ક્ષેત્ર, જળ વાયુ પરિવર્તન અને મ્યાંમાર મુદે પણ વાતચીત થઇ હતી. એસ.જયશંકરે ખાસ કરીને ઓક્સિજન અને રેમડેસિવિરના પુરવઠા મુદ્દે અમેરિકાએ આપેલા સહયોગની સરાહના કરી હતી. એસ.જયશંકર જી-સેવન દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ચાર દિવસની લંડન યાત્રાએ છે. ભારતને આ બેઠકમાં અતિથી દેશના રૂપમાં નિમંત્રણ મળ્યું છે.
