Skip to main content
Settings Settings for Dark

નૌકાદળના વડા એડમિરલ કરમવિર સિંહે પીએમ મોદી સાથે મુલાકાત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી , કે નૌકાદળે રાજ્ય વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને હોસ્પિટલના બેડ અને પરિવહન સહિતની મદદની ઓફર કરી છે. નૌકાદળ દ્વારા વિવિધ શહેરોમાં શરૂ થઇ રહેલી હોસ્પિટલ મુદ્દે તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નૌકાદળના વડા એડમિરલ કરમ  વિર સિંહે મુલાકાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રીને  જાણકારી આપી હતી , કે નૌકાદળે રાજ્ય વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને હોસ્પિટલના બેડ અને પરિવહન સહિતની  મદદની ઓફર કરી છે. નૌકાદળ દ્વારા વિવિધ શહેરોમાં શરૂ થઇ રહેલી હોસ્પિટલ મુદ્દે તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું, કે કોવિડ ડ્યુટી માટે નૌકાદળના ચિકીત્સા  કર્મીઓને દેશના વિવિધ વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી છે. નૌકાદળ કર્મીઓને કોવિડ ડ્યુટી માટે બેટલ ફિલ્ડ નર્સિગ સહાયકની તાલીમ અપાઇ રહી છે. તેમણે પ્રધાનમંત્રીને એ માહિતી પણ આપી હતી, કે  નૌકાદળ  લક્ષદ્વિપની સાથોસાથો આંદોમાન નિકોબાર ટાપુઓ પર ઓક્સિજન પુરવઠો પુરો પાડવામાં મદદ કરી રહ્યું  છે. ભારતીય નૌકાદળ ઓક્સિજન કંટેનર ઉપરાંત બહેરિન,  કતર,  કુવૈત,  અને સિંગાપુરથી ભારતને અન્ય પુરવઠો પુરો પાડવામાં પણ મદદ કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply