Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે તા.26 મી ડિસેમ્બર-2021 અને રવિવારના રોજ સવારે 11 કલાકે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 84 માં સંસ્કરણમાં વિવિધ વિષયો પર તેમના વિચારો દેશવાસીઓ સમક્ષ રજુ કરશે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો-આકાશવાણી અને દૂરદર્શન ઉપરથી પ્રસારિત થશે.
    મન કી બાત કાર્યક્રમ હિન્દીમાં પ્રસારિત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ પણ થશે. પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ રાત્રે 8.00 કલાકે, જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો અને દૂરદર્શન કેન્દ્રો પરથી થશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે.
    દૂરદર્શન સમાચાર, આકાશવાણી, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂબ ચેનલો પરથી પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply