જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકવાદી સહિત છેલ્લા 48 કલાકમાં 5 આતંકવાદીને કરાયા ઠાર
Live TV
-
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ભારતીય સુરક્ષા દળ દ્વારા વધુ એક ત્રાસવાદીને ઠાર કરાયો છે. ઠાર થયેલો ત્રાસવાદી રાજ્યના એક પોલીસ ઇન્સપેક્ટરની થયેલી હત્યાના કેસમાં સામેલ હતો. ગત 48 કલાક દરમિયાન સુરક્ષા દળો દ્વારા અલગ અલગ ત્રણ અથડામણના મળીને કુલ પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ આ પહેલાં શોપિયાંમાં લશ્કર-એ-તોઇબાના 2 આતંકી અને પુલવામામાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે હવે અનંતનાગ જિલ્લામાં વધુ એક આતંકવાદીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 2 AK-47 રાયફલ સહિત હથિયાર અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાદળ દ્વારા એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે.
