દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6,987 કેસ નોંધાયા; 7,091 દર્દીઓ થયા સ્વસ્થ
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 6,987 કેસ નોંધાયા છે, જેની સામે 162 દર્દીઓના મૃત્યુ થયા છે, અને 7,091 દર્દીઓ કોરોના મહામારીને મ્હાત આપી સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં અત્યારસુધીમાં કુલ 3,42,30,354 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 76,766 કેસ હજુ પણ સક્રિય છે.
તો બીજી બાજુ રસીકરણ મહાઅભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના કુલ 32,90,766 લાખથી વધારે ડોઝ અપાયા અને અત્યારસુધીમાં કુલ 1,41,37,72,425 થી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
તાજેતરમાં જ દેશમાં આવેલા કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને ગંભીરતાથી ધ્યાને લઇ ભારત સરકારના આરોગ્ય વિભાગ અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. હાઈરિસ્ક વાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓનું એરપોર્ટ પર જ સઘન ચેંકિંગ કરવામાં આવી રહ્યુ છે. આવા દેશોના મુસાફરોના ફરજિયાત RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 9,45,455 જેટલા સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેને મળીને અત્યારસુધીમાં કુલ 67,19,97,082 થી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
