પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજધાનીમાં રાખશે 129 જિલ્લા માટે સિટી ગેસ પરિયોજનાની આધારશિલા
Live TV
-
પ્રધાનમંત્રી દેશના 14 રાજ્યના 124 જિલ્લામાં 50 નવા ભૌગોલિક વિસ્તારોમાં 10મા CGD વિડિંગ રાઉન્ડને પણ કરશે લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશ ના 129 જિલ્લા માટે સિટી ગેસ વિતરણ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. સીજીડી માટે તાજેતરમાં જ પુરા થયેલા નવમા રાઉન્ડમાં આ પરિયોજનાઓની ફાળવણી કરાઈ હતી. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના 19 રાજ્યના દરેક ભૌગોલિક વિસ્તાર માટે અધિકૃત કંપની પણ સ્થાનિક સ્તરે પોતપોતાના આયોજનો કરશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે તાજેતરમાં જ ફાળવેલી આ પરિયોજનાઓ મારફતે 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દેશની અડધી વસતી સુધી ગેસ પહોંચાડવામાં આવશે. આ આયોજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના 14 રાજ્યના 124 જિલ્લામાં 50 નવા જીએકે માટે 10માં સીજીડી રાઉન્ડને પણ શરૂઆત કરાવશે. સીજીડી નેટવર્કનો વિકાસ કરવાથી સ્વચ્છ રાંધણગેસ, પીએનજી અને વાહન માટેના ઇંધણ સીએનજી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકશે
