Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ AIIMSનું કર્યુ ખાતમુહૂર્ત

Live TV

X
  • 200 એકર વિશાળ જગ્યા પર 1195 કરોડના ખર્ચે એઈમ્સ તૈયાર કરાઈ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું ગુજરાતમાં AIMSની જરૂરિયાત હતી

    આજે રાજકોટમાં AIMSના ખાતમૂર્હત કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, સાંસદ સી.આર.પાટીલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના મહેમાનો સ્થળ પર પહોંચ્યા....PM નરેન્દ્ર મોદીના હસ્તે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...કાર્યક્રમ સ્થળ પર સેનિટાઈઝર સહિતની સુવિધા રાખવામાં આવી છે... આ કાર્યક્રમમાં 600થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા...

    એઈમ્સના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં 600થી વધુ મહેમાનો ઉપસ્થિત

    ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 600થી વધુ મહેમાનો પહોંચ્યા...જિલ્લા વહીવટી વિભાગે કાર્યક્રમ માટે જુદી-જુદી 15 કમિટી બનાવવામાં આવી હતી... કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું કોરોના સંદર્ભે થર્મલ ગનથી ખાસ ચેકિંગ કરવામાં આવ્યું...કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા રખાયા છે અને દરેક દરવાજા ઉપર ખાસ સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરવામાં આવી...

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

    પ્રધાનમંત્રી મોદીએ રાજકોટ AIIMSનું ઇ-ખાતમુહૂર્ત કર્યું
    CM, DyCM, રાજ્યપાલ, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટમાં હાજર
    રાજકોટ: AIIMSનું ઇ-ખાતમુહૂર્ત
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇ-ખાતમુહૂર્ત કર્યું
    201 એકરની વિશાળ જગ્યા પર 1195 કરોડના ખર્ચે એઈમ્સ તૈયાર થશે
    રાજકોટમાં AIIMS બનતા સૌરાષ્ટ્રને મળશે ઉચ્ચ મેડિકલ સારવાર
    રાજકોટથી ઇ-ખાતમુહૂર્ત LIVE
    પ્રધાનમંત્રી મોદીનો આભાર: CM રૂપાણી
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે સંબોધન
    વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી PM મોદીએ ઇ-ખાતમુહૂર્ત કર્યું
    આનાથી 4 હજાર લોકોને પ્રત્યક્ષ રૂપથી રોજગાર મળશે
    આજે દેશના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરનારી આ એક વધુ કડી છે
    આ વર્ષ આખી દુનિયા માટે સ્વાસ્થ્યની અભૂતપૂર્વ પડકારોનું રહ્યું
    વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી PMએ AIIMSની આધારશિલા રાખી
    વર્ષ 2022ના મધ્ય સુધી AIIMSનું નિર્માણ પૂર્ણ થવાની સંભાવના
    ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત નીચે જઇ રહ્યા છે
    વૅક્સિનને લઇને ભારતમાં તમામ જરૂરી તૈયારીઓ ચાલી રહી છે
    રસીકરણને સફળ બનાવવા માટે સમગ્ર ભારત એકસાથે આગળ વધશે
    AIIMS રાજકોટ ગુજરાતના હેલ્થ નેટવર્કને વધુ મજબૂત કરશે
    રાજકોટ AIIMSથી સીધા 5 હજાર રોજગારની તકો ઉભી થશે
    નવી AIIMS માટે 201 એકર જમીન ફાળવવામાં આવી છે
    AIIMSના નિર્માણ પર 1195 કરોડ રૂપિયા ફાળવાયા
    750 બેડવાળી આ હોસ્પિટલમાં 30 બેડનો એક આયુષ બ્લોક પણ હશે
    ઔષધિ કેન્દ્રથી 36 હજાર કરોડ રૂપિયા બચી રહ્યા છે
    વર્ષનો અંતિમ દિવસ લાખો ડોક્ટર્સ, સફાઇકર્મીઓને યાદ કરવાનો દિવસ
    દેશવાસીઓએ કોઇ ગરીબને કોરોનામાં રાતે ભૂખ્યા સૂવા નથી દીધા
    ભારતે એકજૂટતા સાથે સમય પર પ્રભાવી પગલા ઉઠાવ્યા
    1 કરોડ લોકો કોરોનાથી જીતી ચૂક્યા છે
    દુનિયાનું સૌથી મોટું રસીકરણ ચલાવવા માટે ભારતની તૈયારીઓ પૂરજોશમાં છે
    રાજકોટ AIIMS ગુજરાતના હેલ્થ નેટવર્કને વધુ મજબૂત કરશે
    સ્વતંત્રતાના આટલા દાયકાઓ પછી માત્ર 6 AIIMS બન્યા હતા
    છેલ્લા 6 વર્ષમાં 10 AIIMS બનાવવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply