પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી વેબિનારને સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી "વિકાસની તકો બનાવવા માટે નાણાકીય સેવાઓની કાર્યક્ષમતા વધારવા" વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું હતું.આ વેબિનારમાં GIFT ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરમાં વૃદ્ધિની તકો ઊભી કરવી , MSMEs માટે સીમલેસ ક્રેડિટ ફ્લો ક્રેડિટ ગેરંટી સુવિધા, એકાઉન્ટ ખોલવા અને ડિજિટલ પેમેન્ટ્સ માટે ગ્રાહકની સરળતા વધારવી, સેન્ટ્રલ ડેટા પ્રોસેસિંગ સેન્ટર અને શેર્સ અને ડિવિડન્ડના પુનઃ દાવો દ્વારા વ્યવસાય કરવાની સરળતા , અમૃત કાલની જરૂરિયાતો માટે નિયમોનું ઑપ્ટિમાઇઝિંગ , સિક્યોરિટીઝ માર્કેટમાં NFIR અને ક્ષમતા નિર્માણ દ્વારા નાણાકીય ક્ષેત્રની કાર્યક્ષમતા વધારવી જેવા છ મુદ્દોઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું "બ્રાઈટ સ્પોટ" ગણવામાં આવી રહ્યું છે. ભારત આજે ગ્લોબલ સપ્લાય ચેનનો મહત્વનો હિસ્સો બનતું જાય છે.
