Skip to main content
Settings Settings for Dark

CBIએ રેલવેમાં નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ રેલવે મંત્રીની પૂછપરછ કરી

Live TV

X
  • સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ સંસ્થાના અધિકારીઓએ આરજેડીના સાંસદ નિશા ભારતીના આજે સવારે નવી દિલ્હી ખાતેના નિવાસ સ્થાને જઈને લાલુપ્રસાદ યાદવની પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આજ કેસમાં CBIએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની તેમના પટના ખાતેના નિવાસ સ્થાને જઈને પૂછપરછ કરી હતી.

    સમગ્ર મામલે વાત કરીએ તો દેશના ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પટનાના 10 સર્ક્યુલર રોડ ખાતેના નિવાસસ્થાને સીબીઆઈની ટીમ ગઈકાલે પહોંચી હતી. સીબીઆઈની ટીમ 2-3 વાહન સાથે ગઈકાલે પહોંચી હતી. CBIની ટીમ રેલવેમાં લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે રાબડી દેવીની પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટ પર કોર્ટે સમન્સ જારી કર્યું છે. સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ ઉપરાંત રાબડી દેવી અને અન્ય 14 લોકોને આરોપી બનાવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply